અકિલા સમાચાર

કોંગ્રેસમાં ક્ષત્રીયોને ભરપુર મહત્‍વ, ભાજપ વિકાસ રૂંધે છે

રાજભાને સ્‍ટેન્‍ડિંગ ચેરમેન બનાવ્‍યા પણ ભાજપે સહકાર ન આપ્‍યો : ગાયત્રીબા * રાજેન્‍દ્રસિંહ રાણાની ટીકીટ કાપી : આદિત્‍યસિંહ, ઇન્‍દ્રવિજયસિંહ, હરદેવસિંહ, હરિદસિંહ * માંધાતાસિંહ અને કેસરીસિંહને પણ અન્‍યાય

કોર્પોરેશનના વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, દક્ષિણ કોંગ્રેસના પ્રમુખ ઇન્‍દ્રવિજયસિંહ રાઓલ, લીગલ સેલના શહેર પ્રમુખ અશોકસિંહ વાઘેલા, સેનેટ સભ્‍ય હરદેવસિંહ જાડેજા, લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિヘંદ્રસિંહ જાડેજા, એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ આદિત્‍યસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસના પ્રમુખ રાજદિપસિંહ જાડેજા, સેનેટ સભ્‍ય ભરતસિંહ જાડેજા, એનએસયુઆઇના મહામંત્રી જયકિશનસિંહ ઝાલા, સ્‍ટેન્‍ડીંગ કમિટીના પુર્વ ચેરમેન યુવરાજસિંહ સરવૈયા, કોંગી અગ્રણીઓ વિજયસિંહ જાડેજા, ઘનશ્‍યામસિંહ જાડેજા, શિવુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, અજયસિંહ રાયજાદા, શિવરાજસિંહ ઝાલા, વિજયસિંહ રાણા, મનજીતસિંહ જાડેજા વગેરેએ અકિલા કાર્યાલયની મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીર : સંદિપ બગથરીયા)(૧.૧૯)

રાજકોટ તા. ૮ : કોંગ્રેસના ક્ષત્રિય અગ્રણીઓએ કોંગ્રેસમાં ક્ષત્રીય સમાજને પુરતુ મહત્‍વ મળતુ હોવાનું ગૌરવ વ્‍યકત કરી ક્ષત્રિય સમાજને અન્‍યાય કરવા બદલ ભાજપની આકરી ઝાટકણી કાઢી છે. આ આગેવાનોના જણાવ્‍યા મુજબ કોંગ્રેસના સ્‍વચ્‍છ પ્રતિભાવાળા ઉમેદવાર જયંતીભાઇ કાલરીયાને જીતાડવા ક્ષત્રીય સમાજના આગેવાનો, કાર્યકરો કામે લાગી ગયા છે.

મહાનગર પાલિકાના વિપક્ષ કોંગ્રેસના નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ અકિલા કાર્યાલય ખાતે જણાવ્‍યુ કે કોંગ્રેસ હંમેશા ક્ષત્રીય સમાજનું માન-સન્‍માન જાળવ્‍યુ છે. જયારે ભાજપે અમુક ક્ષત્રિય અગ્રણીઓને કોઇ પદ આપ્‍યા હોય તો વધારે પ્રગતિ ન કરે તેવા પ્રયાસો કર્યા છે. રાજભા ઝાલાને ભાજપે સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન બનાવેલ પરંતુ તેમની કામગીરીમાં બિલકુલ સહકાર આપેલ નહી. તેમના કાર્યકાળમાં અનેક વખત ભાજપના સભ્‍યોની ગેરહાજરીના કારણે કોરમ પણ પુરૂ નહોતુ થતુ.

કોંગ્રેસના આગેવાનો ઇન્‍દ્રવિજયસિંહ રાણા, અશોકસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હરિヘંદ્રસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહિલ વગેરે જણાવેલ કે કોર્પોરેશનની ચુંટણીમાં ૨૦૦૦માં કોંગ્રેસે પાંચ ટિકીટ, ૨૦૦પમાં ૯ ટિકીટ અને ૨૦૧૦માં ૩ ટિકીટ આપેલ. કોંગ્રેસના શાસન વખતે યુવરાજસિંહ સરવૈયાના સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન બનાવાયેલ. કોંગ્રેસે નરેન્‍દ્રસિંહ જાડેજા અને ગાયત્રીબા વાઘેલાના વિપક્ષી નેતા પદ આપ્‍યુ છે. એનએસયુઆઇ, યુવક કોંગ્રેસ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી વગેરે ક્ષેત્રે ક્ષત્રિય સમાજને નોંધપાત્ર પ્રતિનિધિત્‍વ મળ્‍યુ છે. એક સમયે રાજકોટ જીલ્લાના ૧૩ તાલુકા પૈકી પાંચ તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના આગેવાનો હતા.

કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે ગઇ લોકસભાની ચુંટણીમાં ગુજરાતની ૨૬ પૈકી એક પણ બેઠક પર ભાજપે ક્ષત્રીય સમાજને ટિકીટ આપેલ નહીં. ભાવનગરમાં રાજેન્‍દ્રસિંહ રાણા સંસદ સભ્‍ય હતા તેની બાદબાકી કરી નાંખી. રાજકોટમાં માધાંતાસિંહ જાડેજા અને વાંકાનેરમાં કેશરીસિંહ ઝાલા દાવેદાર હતા તેમને પણ અન્‍યાય કરવામાં આવ્‍યો છે. ક્ષત્રિય સમાજ રાજકોટ પヘમિની ચુંટણીમાં કોંગ્રેસની સાથે રહી જયંતીભાઇને જીતાડશે.