સંદેશ સમાચાર
પત્ની અને પુત્રના નામે પણ કરોડોની મિલકતો, ડબલ ગ્રેજયુએટ અને એલ.એલ.બી. સુધીનો અભ્યાસ, એક પણ ગુનો નથી, ૧૯૮૫માં ચૂંટાઈને મંત્રી રહી ચૂક્યા છે
રાજકોટ : ૬૯ રાજકોટ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે ફોર્મ ભરવા સાથે જેન્તી કાલરીયાએ રૃ.૧૬.૯૨ કરોડની સંપતિ જાહેર કરી છે. ગઈ કાલે ફોર્મ ભરવા સાથે સંપતિ જાહેર કરનાર વિજય રૃપાણી કરતા આ કોંગ્રેસી ઉમેદવારની સંપતિ ડબલ કરતા પણ થોડી વધારે છે.
ફોર્મ ભરતા પૂર્વે ઉમેદવાર કાલરીયા અને કોેંગ્રેસના સ્થાનિક આગેવાનોની હાજરીમાં કાર્યકરોની સભા યોજાઇ હતી જેમાં કાલરીયાએ પોતાની પક્ષ પ્રતિભા અને રાજકોટમાં છેલ્લા થોડા વર્ષથી વધેલી ગુંડાગીરી ભાજપના કારણે હોવાનાં આક્ષેપો કર્યા હતા. સભા બાદ કલેકટર કચેરીએ ઉમેદવારી પત્રક રજુ કરાયું હતું.
કોંગ્રેસના ઉમેદવાર જેન્તી કાલરીયાએ ફોર્મમાં જણાવ્યા પ્રમાણે બી.એ. અને બી.કોમ એમ ડબલ ગ્રેજ્યુએશન કરેલું છે અને ત્યારબાદ એલ.એલ.બી. પણ કરેલું છે. ડેવલોપર્સઅને કરવેરા સલાહ કારનાના વ્યવસાયમાં સંકળાયેલા જેન્તી કાલરીયાએ પોતાની અંગત જંગમ મિલકતો રૃ.૫,૧૭,૩૬,૭૮૧ની દર્શાવી છે, જ્યારે પત્ની પુષ્પાબેનના નામે ૧,૦૨,૧૨૦૭૯ તેમજ પુત્ર આક્ષિતના નામે રૃ.૪,૨૫,૨૯,૫૧૨ની દર્શાવી છે. જ્યારે સ્થાવર મિલકતોમાં રૈયા સર્વે નં.૧૧-૧,૨,૩, ૪માં ૧૦ -૧૦ ટકાની હિસ્સેદારી, છાડવદર ગામે વારસાઈમાં મળેલી જમીનો. નાના મવા, ખાતે સર્વે નં.૪૪ની બિનખેતી જમીન,રાજકોટમાં તોરલ એપાર્મેન્ટ ખાતે ઓફિસ, રૈયામાં સર્વે નં.૪૩૪માં મકાન તેમજ પત્ની અને પુત્રને નામે મિલકતો ધરાવે છે. જેની કિંમતો જોઈએ તો પોતાના નામે રૃ.૪,૮૨,૪૪,૨૧૩, પત્નીના નામે રૃ.૭૫,૧૪,૩૫૦ તેમજ પુત્રને નામે રૃ.૮૯,૬૪,૮૨૮ની થાય છે. આમ કુલ મળીને તેમની મિલકતો રૃ.૧૬,૯૨ કરોડની છે. ખેતીની જમીનો, બિનખેતીની જમીનો બિલ્ડર્સ પેઢી સાથે ભાગીદારી ઉપરાંત તેઓ અલગ અલગ બેંકોમાં થાપણો અને શેર્સમાં પણ રોકાણો ધરાવે છે. ૨૦૧૩૦૧૪ના વર્ષમાં તેમણે રૃ.૫,૪૪,૮૨૨, પત્ની પુષ્પાબેનના નામે રૃ.૨,૨૬,૮૦૨ અને આક્ષિતના રૃ.૧,૬૭,૦૬૦નું આવકવેરા રીર્ટન ભર્યું હતું. જેન્તીભાઈ કાલરીયાએ પોતાના ઉપર રૃ.૪,૪૩,૩૮,૦૦૦નું દેણું, પત્ની પુષ્પાબેન ઉપર રૃ.૬૬,૧૫,૨૫૦ નું અને પુત્ર ઉપર રૃ.૧૦,૦૦,૦૦૦નું દેણું દર્શાવ્યં છે. કોઈ પોલીસ મથકમાં પોતા ઉપર ગુનો નથી નોંધાયેલો તેમ સોગંધપૂર્વક તેમણે જાહેર કર્યુ ંછે. ૧૯૮૫માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મંત્રી રહી ચૂક્યા છે. તેમના ડમી તરીકે ગત ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અતુલ રાજાણીએ ફોર્મ ભર્યું હતું.